સંતુલન
સંતુલન એટલે તમારી પાસે રહેલ દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં હોવી. આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે કે પછી શારીરિક રીતે તમને જે કઈ પણ પદાર્થો મળ્યા છે તે એક યોગ્ય પ્રમાણમાં હોય તો જીવનનું સંતુલન બન્યું કહેવાય. કોઈ પણ વસ્તુ વધુ કે ઓછા પ્રમાણમાં ન હોવી એ આ રમતનો મુખ્ય ધ્યેય છે.
રમત શરુ કરતા સમયે કોઈ પણ પ્લેયર પાસે કોઈ પણ પૈસા, સંપત્તિ કે સ્ત્રોતો હશે નહિ. પણ જેમ જેમ તમે ગેમ રમતા જશો તેમ તેમ તમને દરેક એકમ મળતા જશે. જો બે કે ત્રણ પ્લેયર ગેમ રમતા હશે તો દરેક પ્લેયરને ૪ ટ્રોફી જીતવાની રહેશે પણ જો ચાર પ્લેયર રમતા હશે તો દરેકે ત્રણ ત્રણ ટ્રોફી જીતવાની રહેશે.
ઉંમર
8+
બાળકોને શું મળશે?
- એક કેનવાસ બોર્ડ
- પૈસા
- કુદરતી સ્ત્રોતો
- ટ્રોફી કાર્ડ્સ
- એકમ કાર્ડ્સ
- ખરીદ કાર્ડ્સ
બાળકો શું શિખશે?
આ ગેમ તમને પર્યાવરણની જાળવણી કરવાનું, વન્ય જીવોનું રક્ષણ કરવું, પ્લાસ્ટિકનો ઘટાડો, કચરાનું વ્યવસ્થાપન, વૃક્ષો વાવો, સૂર્ય ઉર્જાનો ઉપયોગ અને પાણી બચાવવાનું સૂચવે છે.સાથે જ સરકારી દંડ, કુદરતી કરામત, સમાજ સેવા અને ભાગ્ય પલટનો સમાવેશ થાય છે. કારકિર્દી મુજબ નફો કરાવી આપશે. જેમાં નાણાંરોકાણ, કલા પ્રદર્શન, વૈજ્ઞાનિક શોધખોળ, વ્યાપાર, ઔદ્યોગિક એકમ, બાંધકામ અને સેવાઓ પણ શીખવશે. પ્રદુષણ, રોગચાળો, ભૂકંપ અને પૂર સમયે તમારી ભૂમિકા શું હોય તે સૂચવે છે. આ ગેમમાં ઘર, વીજળી, મનોરંજન, અનાજ, પાણી, કપડા, કાર્યાલય, ફળ શાકભાજી, ભૌતિક સુવિધાઓ, પર્યટન, પરિવહન જેવી સુવિધાઓ અને જરૂરિયાતો ખરીદવાની છે.